Aary Dip Kamalam
Breaking News ખેડા ગુજરાત મધ્ય ગુજરાત

કપડવંજ તાલુકાના બેટાવાડા પાસેથી બે નકલી પોલીસ બની નાણાં ઉઘરાવતાં ઈસમો ઝડપાયા

માસ્ક કેમ નથી પહેર્યું કહી દંડની રકમ પેટે તોડ કરવાનો પ્રયાસ કરતા હતા

શંકાસ્પદ લાગતાં કોઈએ  રૂરલ પોલીસને જાણ કરતાં બનાવના સ્થળ પર પોલીસ પહોંચી જતાં ભાંડો ફૂટ્યો

કપડવંજ તાલુકાના બેટાવાડા પાસે નકલી પોલીસ બની રોફ જમાવતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડતા તાલુકામાં ચર્ચાએ જોર પકડયુ છે . ત્રણ ઇસમો પૈકી એક ઈસમ ચાલાકીથી ફરાર થઈ ગયો હતો . બેટાવાડા પાસે નિરમાલી તરફ કપડવંજ શહેરના હારુંન ઉર્ફે ગુલશન મજીદભાઈ શેખ પીયાગો રીક્ષા લઈ જતા હતા દરમિયાન સફેદ રંગની બ્રિઝા કારમાં સવાર રાજ કંચનલાલ ચૌહાણ મદારી, પવનનાથ ઠાકોરનાથ મદારી તથા અર્જુનલાલ તોફાન નાથ મદારી તમામ રહેવાસી દહેગામ જીલ્લો ગાંધીનગરનાઓએ હારુનની પીયાગો રિક્ષા ઊભી રખાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હારુંનને કહ્યું માસ્ક કેમ નથી પહેર્યું.  જેથી પીયાગો રીક્ષાના ડ્રાઇવર હારુનને શક જતાં તમે કોણ છો, તેમ કહી તે લોકોની પુછપરછ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી, તે દરમિયાન  રાહદારીઓના ટોળાં એકત્ર થઈ જતાં તે પૈકી કોઈએ પોલીસને જાણ કરી દેતા કપડવંજ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. દરમિયાન આરોપીઓ રીક્ષા ચાલકને પોલીસ હોવાનો દમ આપી રૂપિયાની માંગ કરતા હોવાની હકીકત મળી આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમની સાથેનો અન્ય એક આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. નકલી પોલીસ બનનાર ઇસમો બ્રેઝા ગાડી લઈને રોફ જમાવવા આવ્યા હતા જે ગાડી નંબર GJ 18 BL 5664 પણ રૂરલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે . ફરાર એક ઇસમની પોલીસ દ્વારા શોધખોળ તપાસ હાથ ધરી છે. પકડાયેલ ઈસમ પૈકી એક ઈસમ 15 થી વધૂ ગુન્હામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

આર્યદીપ કમલમ – જયદીપ દરજી – કપડવંજ

 

Related posts

જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર કાંડ મામલે બાયડના કેતન બારોટ સહિત કુલ ૧૭ આરોપીઓની એટીએસે ધરપકડ કરી

aarydipkamalam

આદિજાતિ વિકાસ ખાતાની અનુસુચિત જનજાતિના વર્ગના લોકોના વિકાસ માટે નડીયાદ ખાતે શ્રી સંતરામ મંદિરમાં સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

aarydipkamalam

કપડવંજ નગરમાં ફાયર સેફ્ટીના સાધનો અને NOC વગરની ઇમારતો સામે ફાયર વિભાગની ઢીલી નીતિથી તર્કવિતર્ક

aarydipkamalam