ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિતે સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા દિવ્યાંગ બાળકોની શાળામાં ૭૧ દિવ્યાંગોને સાધન સહાય, સંસ્થાના વિધ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ તેમજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તેમજ દવા વિતરણનું આયોજન કરવામાં આવ્યું . આ પ્રસંગના મુખ્ય મહેમાનમાં પિયુષ ગોયલ કે જેઓ કપડાં ,વાણિજ્ય અને ઉધોગ કેબિનેટ મંત્રી ભારત સરકાર તેમજ અતિથિ વિશેષ તરીકે સુરતના સાંસદ અને રેલ્વે -કપડાં મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના ટ્રસ્ટી ,પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડો. કનુભાઈ ટેલરે આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના ભણતર ,રોજગારી અને અવનવા કાર્યક્રમો કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.દિવ્યાંગ બાળકો જીવનને પોતે સ્વમાનભેર જીવી શકે તે જ મારા જીવનનો મંત્ર છે જેને વર્ષોથી નિભાવી રહ્યો છું અને આ સેવાકીય કાર્ય ઈશ્વરીય શક્તિ સાથે સાથે મારા પત્ની , દીકરીઓના પરિવાર તેમજ મારા મિત્ર મંડળ નો પૂરેપૂરો સહયોગ મળી રહે છે અને દાતાઓનો પણ અવિરત દાન થકી કાર્ય બને છે જેના માટે તેઓનો આભાર વ્યકત કયો હતો .
દિવ્યાંગ બાળકો સાથે નરેન્દ્ર મોદીના જન્મદિન ની કેક કાપતા પિયુષ ગોયલ
દિવ્યાંગ બાળકને સહાય આપતા કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ
આર્યદીપ કમલમ – જ્યદીપ દરજી