Aary Dip Kamalam
Breaking News ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતના ધ યુવા દરજી સોશ્યલ ગ્રુપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યનું આયોજન કરાયું

૫૧ બ્લડ બોટલ , ૧૩૦ બોડી ચેકઅપ . ૩૦૦ આયુષ્માન કાર્ડ , ૮૫૦ વેક્સિનેશન થઈને અંદાજિત ૧૪૦૦ લોકોએ લાભ લીધો – સંજયભાઈ હિંગુ

આર્યદીપ કમલમ – જયદીપ દરજી

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧ માં જન્મદિન નિમિતે શ્રી સૌરાષ્ટ્ર દેસાઈ બાબરીયાવાડ નાઘેર સઇ સુથાર સમાજ સુરતના ધ યુવા દરજી સોશ્યલ ગ્રુપ દ્વારા પ્રજા માટે મેડિકલ બોડી ચેકઅપ અને આયુષમાન કાર્ડના રજીસ્ટ્રેશન કરવા માટે દરજી સમાજની વાડી પુણા બોમ્બે માર્કેટ રોડ પુણાગામ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું . સંકટ સમયે કોઈને માનવજીવને જીવન જીવવા મદદરૂપ નીવડી શકે તેવા ઉમદા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ કરીને ૫૧ બ્લડ બોટલ એકત્ર કરાઇ હતી .અંદાજિત નરેન્દ્ર મોદીના ઉજવણી નહીં પરંતુ સેવાના ભાવ થી કરેલ કાર્યમાં ૮૫૦ જેટલી વ્યક્તિઓને વેક્સિનેશન ,૧૩૦ લાભાર્થીઓનું બોડી ચેકઅપ ,૩૦૦ થી વધુ આયુષમાન ભારત કાર્ડની નોંધણી , ૫૧ રક્ત બોટલ જેવા સરાહનીય સેવા કરી જેમાં અંદાજિત ૧૪૦૦ વધુ લોકોએ સેવાનો લાભ લીધો . આ કેમ્પને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા યુનિટિ હોસ્પિટલના ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફ , શ્રી સૌરાષ્ટ્ર દેસાઈ બાબરિયાવાડ નાઘેર સઈ સુથાર સમાજ , ધ યુવા દરજી સોશ્યલ ગૃપના સભ્યોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ સહકાર આપેલ જેનાથી કાર્યક્રમ સફળ થયો હતો. સ્વયંસેવકોમાં મનીષભાઈ સોલંકી , ગૌતમભાઈ ગોહિલ ,જગદીશભાઇ ,શૈલેષભાઈ ગોહિલ ,વિનોદભાઇ ગોહિલ ,પરેશભાઈ સોલંકી ,રાજુભાઇ સોલંકી ,અરવિંદભાઇ હિંગુ , મહેન્દ્રભાઇ હિંગુ ,વિયજયભાઇ સોલંકી ,જિગરભાઈ ડાભી ,પ્રમોદભાઈ હિંગુ ,મહેશભાઇ સાવરીયા તેમજ યુવાનો અને બહેનોએ ખૂબ જ સહકાર આપ્યો હતો તેવું આયોજન કરનાર સંજયભાઈ હિંગુએ જણાવ્યુ હતું અને સર્વેનો આભાર માન્યો હતો .

Related posts

બાયડ ખાતે કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

aarydipkamalam

કપડવંજ તાલુકાના ગામોમાં આર્થિક સુખી સંપન્ન પરિવાર , મળતિયા તેમજ માનીતાઓને શૌચાલય લાભ આપ્યો હોવાની શંકા

aarydipkamalam

ફાગણી પુનમને ધ્યાને રાખી ખેડા જિલ્લાના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરાશે, અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

aarydipkamalam

Leave a Comment