Aary Dip Kamalam
Breaking News ખેડા ગુજરાત મધ્ય ગુજરાત

કપડવંજ નગરમાં ફાયર સેફ્ટીના સાધનો અને NOC વગરની ઇમારતો સામે ફાયર વિભાગની ઢીલી નીતિથી તર્કવિતર્ક

નગર સેવા સદન , ટાઉનહોલ , તાલુકા પંચાયત કચેરી , કોર્ટ સંકૂલ ફાયરની NOC ધરાવતા ના હોવાનું ફાયર વિભાગના અધિકારી દ્વારા માહિતી પ્રાપ્ત થઈ

 

કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં આવતી અંદાજિત ૬૪ જેટલી સરકારના નિયમો અનુસાર ફાયર વિભાગ દ્વારા NOC લેવાની યાદીમાં આવે છે જેમાં હોસ્પિટલ , સરકારી કચેરીઓ, કોમ્પલેક્ષ , ગેસ એજન્સી , પેટ્રોલ પંપ , શાળાઓ, સરકારી અને પ્રાઈવેટ બેન્ક  વગેરેમાં હજી ૫૦ ટકા જેટલી NOC લેવાની બાકી હોવાની માહિતી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે . ૧૨ હોસ્પિટલ , ૫ શાળાઓ , ૧ કોલેજ , ૦૯ સેલ્ફ ડિકલેરેશન , ૦૩ ઈન્ડસ્ટ્રી તેમજ સરકારી અને પ્રાઈવેટ બેન્ક તેમાથી અમુક  સેલ્ફ ડિકલેરેશન દ્વારા  નિયમો અનુસાર NOC મેળવેલ યાદીમાં સમાવેશ થાય છે. જ્યારે નગરસેવા સદન ,ટાઉન હોલ પ્રક્રિયા હેઠળ , નટરાજ આર્કેડ , નેશનલ પ્લાઝા ,તાલુકા પંચાયત કચેરી , તાલુકા કોર્ટ સંકૂલ કઠલાલ રોડ , એલઆઇસી , એસબીઆઇ , બે ગેસ એજન્સી વગેરે હજી સુધી NOC લેવાની બાકી છે તેવું ફાયર વિભાગના અધિકારી બુધાભાઈ પટેલે જણાવાયું . કેટલીક શરતી NOC આપીને ઝડપી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઇ છે પણ જો શરતી NOC આપેલ હોય અને કોઈ આકસ્મિક ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી શરતી NOC લેનારની રહે  તેની પણ સાવચેતી રાખવા જણાવ્યુ હતું  . શું ફાયર વિભાગ  ફાયર સલામતીના સાધનો ના હોય તેમજ NOC બાકી  તેના સામે ક્યારે કાર્યવાહી કરશે કે નહીં ! કોઈ ઘટના બન્યા બાદ સફાળા જાગીને કડક કાર્યવાહી કરવા રાહ જોવાઈ રહી કે શું ? સરકાર દ્વારા ફાયર સુવિધા ના ધરાવતા હોય તો સીલ મારવા સુધીની સત્તા આપેલ હોવા છતાં કાર્યવાહી ન કરતાં વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે ! કેટલાક ઇમારતોમાં જ્યાં પ્રજાની અવર જવર વધુ રહે છે ત્યાં ફાયર સેફ્ટી માટે વર્ષ  ૨૦૧૯ ઇન્સ્ટોલ કરેલ બોટલ મુકેલ છે પણ તેના પર એક્સપાયર વર્ષ કે તારીખ સુધ્ધાં મારેલ નથી તો શું કેટલા વર્ષ  સુધી તે ઉપયોગમાં લઈ શકાય  તેની તપાસ અને ઇન્સ્ટોલ કરેલ એજન્સી સામે નિયમ અનુસાર કાર્યવાહી થઈ શકે નહીં !

આર્યદીપ કમલમ – જયદીપ દરજી –કપડવંજ

Related posts

કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે અંબાજીમાં મા અંબાના દર્શન કરી ત્રણ દિવસીય યાત્રાનો પ્રારંભ કર્યો

aarydipkamalam

બાયડ ખાતે કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

aarydipkamalam

રાજ્યનાં ખેડૂત દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અન્વયે ખેડા જિલ્લામાં સહાય કાર્યક્રમ યોજાયો

aarydipkamalam