મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વીર જવાન જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ સામે અથડામણ થતાં ભારત દેશની રક્ષા માટે ફરજ બજાવતા વણઝારિયાનાં ૨૫ વર્ષીય યુવાન હરેશસિંહ પરમાર શહીદ થયા છે .તેઓ વર્ષ ૨૦૧૬ માં ભારતીય સેનામાં રાષ્ટ્રની ભાવના અને રક્ષા કરવા ફરજ પર લાગ્યા હતા .તેઓની શહિદ થયાના સમાચાર સાંભળતા પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ.તેઓના પાર્થિવ દેહને આવતીકાલ રવિવાર બપોરના સમયે માદરે વતન લાવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળેલ છે અને વતનમાં અંતિમવિધિ કરવામાં આવશે.