શ્રી જલારામબાપાની 222 મી જન્મ જયંતીની વીરપુર સહિત સમગ્ર રાજ્યમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધનસુરા તાલુકાના હીરાખાડીકંપા ખાતે આવેલ પ્રસિદ્ધ જલારામબાપાના મંદિરમાં જલારામ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામબાપા ની ૨૨૨ મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જલારામબાપાના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામાણી બ્લડબેંકના નવીનભાઈ પટેલ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં 4 લોકોએ રક્તદાન કર્યું હતું . આ નિમિત્તે ટ્રસ્ટી અમૃતભાઈ પટેલ, પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, અનિલભાઇ પટેલ, બાબુભાઈ.પી. પટેલ, બાબુભાઈ.એસ.પટેલ, નરસિંહભાઇ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, છગનભાઈ પટેલ, કિશોરભાઈ.જે. અગ્રાવત(પુજારી) સહિત શ્રી જલારામ માનવ સેવા ટ્રસ્ટ હીરાખાડીકંપાના તમામ હોદ્દેદારો અને પુજારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ તસવીર – યાજ્ઞિક પટેલ – ધનસુરા