ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ ગુજરાતમાં સુપ્રસિદ્ધ વહાણવટી માતાજીના પવિત્રધામ ઘડિયા ગામના વતની યુવાન હિતેશસિંહ પરમાર ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા શહીદ થયા છે.યુવાન હિતેશસિંહ પરમાર રાષ્ટ્ર રક્ષા માટે સેનામાં ફરજ બજાવતા શહીદી વહોરતાં પરિવાર ,સ્નેહીજનો અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વીર શહીદ હિતેશસિંહ પરમારનો પાર્થિવ દેહ માદરે વતન ઘડિયા આવતી કાલે પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે.વીર શહીદ હિતેશસિંહ પરમારના પરિવારમાં માતા પિતા ,પત્ની તેમજ એક પુત્ર છે. થોડાક સમય પહેલા કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના હરેશસિંહ પરમાર શહીદ થયા હતા.ટૂંકા સમયમાં જ કપડવંજ તાલુકાના વીર હિતેશસિંહ પરમાર શહીદ થયાના સમાચાર મળતાં તાલુકો શોકમગ્ન બન્યો હતો.ખેડા જીલ્લા એ વધુ એક વીર સપૂતને રાષ્ટ્રની રક્ષા કાજે વીરગતિ વહોરી છે