આર્યદીપ કમલમ – અમદાવાદ
અમદાવાદ ખાતે મોડાસા એકડા દશા ખડાયતા સામાજિક સુરક્ષા સમિતિ ની કારોબારી બેઠક યોજવામાં આવી હતી .આ બેઠકમાં સંસ્થાના નવીન નાણાકીય વર્ષ 2022-23 શરૂ થવાના કારણે કાર્યકાય ખાતે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું .જ્યાર બાદ સંસ્થાની 23બી માટેની ડિજિટલ નોટિસ નવીનીકરણ લોંચિંગ સંસ્થાના સલાહકારશ્રી કૃષ્ણકાંતભાઇના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સૌ હાજર સભ્યોએ ભારે ઉમળકાભેર વધાવી લઈને એકબીજાને અભિનંદન આપ્યા હતા . આ કાર્યક્રમ દરમ્યાન પૂર્વ પ્રમુખશ્રી હરેશભાઈ , ટ્રસ્ટીશ્રીઓ શ્રીકાંત ભાઈ ,કિરણભાઈ તેમજ સામાજિક સુરક્ષા ટ્રસ્ટનાં દાતા શ્રી રાજેન્દ્રભાઈ માધવલાલ સહિત અગ્રણી સમાજના આગેવાનોએ હાજરી આપી શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.આ કાર્યક્રમમાં સહ પરિવાર આવીને સૌએ પુજનમાં લાભ લઈને આનંદ માન્યો હતો . સંસ્થાના પ્રણેતા શ્રી માધુકાકા , સંસ્થાપક પ્રમુખ શ્રી ડો સુરેશકાકા ,શ્રી મોહન કાકા તેમજ સીએ મનુકાકા સહિતના અનિવાર્ય સંજોગોને કારણે હાજરી આપી શકયા નહોતા પણ સૌએ શુભેચ્છા મોકલી સમાજના કાર્યને બિરદાવ્યૂ હતું. ડિજિટલ નોટીસના લોંચિંગ માટેની લિન્ક અને મિટિંગનું આયોજન શ્રી પરાગભાઈના સુપુત્ર ઝીલ દ્વારા કરવામાં આવ્યું , સમાજની મિટિંગની યાદગીરી માટેની વિડીયો ગ્રાફી સંજયભાઈ કરેલ તેમજ ડિજિટલ નોટીસના સુંદર આયોજન ધવલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું . ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ સમયને અનુકૂળ થઈને સાંજે હાજરી આપીને સમાજના આગેવાનોમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો .કાર્યક્રમને અંતે પી ભગત તારાચંદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન લીધું હતું.