Aary Dip Kamalam
Breaking News અમદાવાદ અને ગાંધીનગર અરવલ્લી ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર કપડવંજ ખેડા ગુજરાત જાણવા જેવું દક્ષિણ ગુજરાત નડીઆદ મધ્ય ગુજરાત રમત વિશેષ

‘તેરા તુજકો અર્પણ’ એ વૈચારિકની સાથે અમલમાં મૂકી ઋણ અદા કરવાની અમૂલ્ય તક સમાન – કેતન પટેલ ખેડા

આર્યદીપ કમલમ – નડીઆદ

ખૂબ જ સંવેદનશીલ અને ઉમદા વિચાર સાથેનો આ આર્ટિકલ તમારે વાંચી ને અમલ કરવાનો છે, હાકલ કરી રહ્યો છું, એ યુવાનો ને એ માતૃશક્તિ ને એ દરેક વ્યક્તિ ને જે આજે કંઈ પણ છે તો એ એની પ્રાથમિક શાળા ને લીધે છે..

ગાંધીજી થી લઈ ને જેટલા મહાનુભાવો થયા તેમજ   પી.એમ , સી.એમ , મંત્રી , ધારાસભ્ય , હીરો , હિરોઈન , કલેકટર , સી. એ , મોટા બિઝનેસ મેનેજર, સી. ઈ. ઓ , બેંક ના મોટા નાના કર્મચારી , ટુંક માં અત્યારે જાહેર જગ્યાઓ પર જે સેવા બજાવે છે , અને જે લોકો નાનો મોટો બિઝનેસ કરે છે, એ બધા કઈ માતા ના પેટ માંથી શીખી ને નથી આવતા, દરેક ને જીવવા માટે શિક્ષણ અનિવાર્ય છે,શિક્ષા એટલે એવો મીઠો વીરડો જેનું અમુત જેવું પાણી જીવન ને સંતૃપ્ત કરે છે,

આ ચકાચોંધ થી ભરમાવી દેનારી દુનિયા , આકાશ માં ઉડતા વિમાનો થી લઇ ને સમુદ્ર મા ચાલતી સબમરીન , દુનિયા ના એક છેડા નો સંદેશ પલકવાર માં બીજા છેડે થી લઈ ને અવકાશ માં માનવી ની હરણફાળ એ એનું શિક્ષણ છે, કોઈ કલેકટર સાહેબ પણ પહેલા ૧ જ શીખ્યા હશે, કોઈ મોટો એન્જિનિયર કે દુનિયાના જીનીયસ વ્યક્તિ ઓ આઈન્સ્ટાઈન હોય, સ્ટીફન હોકિંગ્સ, ન્યુટન , ચાણક્ય , દુનિયાના મહાન કવિ ઓ જેમકે વેદવ્યાસ થી લઈ ને કાલિદાસ,ટાગોર, ,  સેક્સપિયર થી લઈ ને     સોક્રેટિસ એ પણ   છોડો ભગવાન રામ , શ્રી કૃષ્ણ જેવા અવતારો એ પણ એમનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ લીધું છે, શિક્ષણ જ છે જે તમને એક ઉત્તમ માનવી બનવાની ભેટ આપે છે, બાકી તમે જોયેલ ટારઝન મૂવી કે મોગલી નું કાર્ટુન બસ જીવી જાણે છે, એ પાત્રો ફલશ્રુતિ દુનિયાને કઈ આપી શકતું નથી☺..

મિત્રો , બાલમંદિર અને ધોરણ ૧ થી ૮ ભણ્યા છીએ એટલે જ આ શબ્દો તમે વાંચી રહ્યા છો, અને તમે યોગ્ય સ્થાને છો, શું એવો વિચાર પણ આવ્યો છે કે મને એકડ એક અને ક,ખ, ગ, ઘ કયા શિક્ષક જોડે શીખ્યા ?, શું તમને તમારો વર્ગખંડ યાદ છે ? એ ગામની કે શહેરની પૂર્વ પ્રાથમિક શાળા જેણે તમારા જીવનનો પાયો મજબૂત કર્યો શું એ પાયા ને નમન કરવા ગયા છો ? કહેવાય છે ને કે પાયા ની ઈંટો ક્યારેય કોઈ ને દેખાતી નથી😌😌😌 ઇતિહાસ ગવાહ છે , જે પણ મોટા આંદોલનો થયા કે જે પણ મોટા બનાવો બન્યા એના પાયામાં રહેલા લોકો ને આપણે વિસારે પાડી દીધા છે,

ખાસ , આ સંવેદનાઓ જગાડવા માટે એટલે જ લખી રહ્યો છું કે જનની અને માતૃભૂમિનું ઋણ હંમેશા ચૂકવવું રહ્યું ,એમ જ જેના લીધે આપણે કંઇક છીએ એવી પ્રા.શાળા ને પણ આપણા જીવનમાં સ્થાન આપી એના માટે પણ વિશેષ મનોરથ સેવી એની સેવા કરી ઋણ ઉતારી શકાય છે, તમે લોકો જે ગામમાં શાળા શિક્ષણ લીધું હોય એવા લોકો ને ભેગા કરી ને, કોઈ એક વ્યક્તિ પહેલ કરશે તો ચોક્કસ બીજા પણ જોડાશે, વાત અહી વિચાર મૂકવાની છે, તમે તમારા ગામના અગ્રગણ્ય અને નામાંકીત વ્યક્તિઓ જે એ શાળા માં ભણ્યા હોય એની દશા અને દિશા બદલવાનું કપરું કામ તમે કરો એવી આશા રાખું છું..

શરૂઆત એક થી થાય પછી અનેકો થતા વાર નથી લાગતી, બસ..એક વિચાર હું આપી રહ્યો છું, એ વિચાર જ્યારે ફળીભૂત થશે ત્યારે મારું સ્વપ્ન પૂર્ણ થશે, મિત્રો ગામની શાળા ની મુલાકાત લો, ત્યાં કઈ કંઈ સુવિધાઓ ખૂટે છે એનું અવલોકન કરો, લોકો ના માં એક વિચાર રોપો કે આપણે જે શાળા માં ભણતા હતા એ શાળા ને એક આદર્શ શાળા બનાવવી છે, શિક્ષા નું ઋણ ઉતારવું છે,ત્યાં બગીચો, બેઠક વ્યવસ્થા , પીવાનું પાણી , રમતનું મેદાન , શાળા ને રંગ રોગાન , રમત ગમત ના સાધનો, બાળકો માટે ના શૈક્ષણિક સાધનો, ડિજિટલ ટેકનોલોજી માટે સ્માર્ટ ક્લાસરૂમ ,પુસ્તકાલય આવી જરૂરિયાતો ના ટાર્ગેટ ને દર વર્ષે સિદ્ધ કરતા જાઓ , ભેગા થઈ ને આ બધું શક્ય જ છે, અશક્ય કઈ નથી, બસ તમે કરશો, બધે સરકાર જ કરે એવી ભવનાઓ ના કારણે જ તમારે ઊંચી શિક્ષણ ફી આપી ને તમારા બાળકો ને પ્રાઇવેટ શાળાઓ માં મુકવા પડે છે

અહી એક ઉદાહરણ સમજીએ ધારોકે મારા વાઘરોટા ગ્રામ પંચાયત  જેવું એક ગામ છે , એમાંથી ૫૦ બાળકો બાજુમાં આવેલી પ્રાઇવેટ શાળાઓ માં ભણવા જાય છે, ૫૦ × ૨૫,૦૦૦ = ૧૨,૫૦,૦૦૦ એક જ વર્ષ ના , આવું ૧ થી ૭ ધોરણ તમારું બાળક પ્રાઇવેટ માં ભણવા જાય તો એવા ૫૦ બાળકો પોતાનું શિક્ષણ પૂરું કરે ત્યારે ગામમાં થી ૧ કરોડ જેટલી માતબર રકમ ગામની જતી રહે , આ એક કરોડ નું રોકાણ ગામમાં થાય, અને ગામની જ એક કમિટી દ્વારા આયોજન થાય, સહયોગ લેવાય તો ??? સાહેબ કોઈ પણ ગામની સુંદરતા એની શાળા છે જે ભૂલવું ના જોઈએ…

અહી , એક અપીલ છે કે ગામની શાળા નું ઋણ ઉતારવા માટે , ગામે ભેગા થઈ કોઈ મહોત્સવ ની તૈયારી કરતા હોય એમ નાના માં નાના માણસ થી લઈ નામાંકીત વ્યક્તિઓ એ રસ લેવાનો છે, ગામની શાળા ની પાયા ની જરૂરતો પૂર્ણ કરી ઋણ ઉતારો ત્યારે જ તમે એકલવ્ય બનો, ઇતિહાસ માં અમર એમ જ નથી થવાતું લોહી રેડવા પડે છે, તમારી શાળા તમારું અભિમાન આવો ભાવ મનમાં પ્રકટ કરી શાળા ને સુંદર ઉપવન બનાવવા માટે હું તમને સંકલ્પ આપુ છું, આશા રાખું છું કે તમે બધા જ જે ગામના નામાંકીત વ્યક્તિઓ ભેગા થઈ તમે લીધેલ શિક્ષણનું ઋણ અવશ્ય ઉતરશો.

 

તેરા તુજકો અર્પણ, આપણે જે પણ કંઈ છીએ એ જે શાળામાં શિક્ષણ લીધું એના કારણે છીએ, એટલે જ આપી દો એને પાછું , સમર્પણ નો ભાવ કેળવવા અપીલ…

કેતન પટેલ .. ખેડા .. જલ

 

નમ્ર અપીલ  – જે સરસ્વતી મંદિર થકી આપણે સૌ પરિવારના , સમાજના , ધાર્મિક અને અન્ય કાર્યોમાં દાન આપવા સક્ષમ બન્યા છીએ તો તેના માટે પણ કઈક આપીએ તેવા ભાવથી સૌના મનમાં એક વિચાર આવવો જોઈએ .  

Related posts

નડિયાદ ખાતે વાસ્‍મો કચેરી દ્વારા નલ સે જલ કાર્યક્રમ યોજાયો

aarydipkamalam

ધનસુરા માં મતદારયાદી સુધારણા-2022 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

aarydipkamalam

બાયડ ખાતે કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

aarydipkamalam