Aary Dip Kamalam
Breaking News ઉત્તર ગુજરાત કપડવંજ ખેડા ગુજરાત નડીઆદ મધ્ય ગુજરાત

કપડવંજ તાલુકાના VCI દ્વારા સામૂહિક રાજીનામાં આપ્યા

વર્ષોથી કોઈ ફિક્સ વેતન નહીં મળતા આર્થિક રીતે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ – યોગેશ પટેલ

આર્યદીપ કમલમ – કપડવંજ 

તાલુકાના 102 ગ્રામ પંચાયતના ગ્રામજનો વિવિધ દાખલા સહિત અન્ય સેવાઓ ભારે પરેશાન

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006માં તમામ પ્રકારની સુવિધાઓ અને સેવાઓ ગ્રામ્ય લેવલે મળી રહે તે માટે દરેક ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરી સેવા કામગીરી આરંભી હતી. પરંતુ છેલ્લા પંદર દિવસથી સમગ્ર ગુજરાતના અંદાજિત ૧૩,૦૦૦ જેટલા VCI ઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડી ગ્રામ પંચાયતને લગતી તમામ કામગીરીથી અળગા રહેવાનું પસંદ કર્યું જેને કારણે ગામડામાં મળતી સુવિધાઓ ખોરંભાઇ ગઈ છે જેમાં આવકના દાખલા 7 /12 , 8અ ના ઉતારા ESHRAM , આયુષ્યમાન તેમજ જરૂરિયાત સેવાઓ મળતી ન હોવાથી ગ્રામ્ય પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા VCIઓની વર્ષોથી  યોગ્ય માગણીઓને સ્વીકારતા ન હોવાથી લઈને કપડવંજ ખાતે એકત્ર થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ ખાતે મુલાકાત સમયે સામૂહિક રાજીનામાં આપવા મક્કમ બન્યા છે જે અંતર્ગત આજે કપડવંજ તાલુકાના VCE  મંડળના પ્રમુખ યોગેશ પટેલને સૌએ રાજીનામાં આપ્યા છે જે રાજીનામાં હવે જિલ્લા મંડળ ત્યાંથી રાજ્ય  મંડળ દ્વારા નરેન્દ્ર મોદીને સુપરત કરવા તેવું આયોજન કરેલ છે પણ સમય નહીં મળે તો સોમવાર સમગ્ર ગુજરાતભરમાંથી વી.સી.ઇ  ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સામૂહિક રાજીનામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે જો આનું નિરાકરણ નહીં આવે તો આ હડતાલ યથાવત રહેશે તેઓ મંડળના પ્રમુખે જણાવ્યું . તેમજ વધુમાં જણાવ્યું હતું કે ફિક્સ વેતન આપો , અમે અમારો હક્ક માગીએ છીએ ભીખ માગતા નથી તેમજ કમિશન પ્રથા દૂર કરો  જેવા સૂત્રોનાદ  સાથે ઉપસ્થિત  નારા લગાવ્યા હતા.

 

 

Related posts

પહેલી એપ્રિલે ખેડા જીલ્લામાં નવી પેન્શન યોજનાના વિરોધમાં કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી

aarydipkamalam

દૂષિત પાણીના લીધે ઝાડા ઉલ્ટીથી અસરગ્રસ્ત વાડદ ગામની DDOએ મુલાકાત લીધી

aarydipkamalam

અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રિના સમયે ખોખરવાડા પાટિયા નજીક લક્ઝરી બસ પલટી મારી જતાં મુસાફરો ઇજાગ્રસ્ત

aarydipkamalam