Aary Dip Kamalam
Breaking News અમદાવાદ અને ગાંધીનગર કપડવંજ ખેડા ગુજરાત નડીઆદ મધ્ય ગુજરાત

આતરસુંબા ખાતે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

જયદીપ દરજી – કપડવંજ
આ પ્રસંગે આતરસુંબાના પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્માએ આધુનિક યુગમાં કુદરતી ઉર્જા પેદાશોના કરકસર યુક્ત ઉપયોગ ઉપર ભાર મુકી ભારત સરકાર તથા ગુજરાત સરકારની જનકલ્યાણકારી અનેકવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી અને ખેડા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને આતરસુંબાના પૂર્વ સરપંચ રીનાબેન  શર્માએ પણ પ્રાસંગિગ ઉદબોધન કરી વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની જનસુખાકારી યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી..
શ્રી નાગણેશ્વરી કૃપા ગેસ એજન્સી કપડવંજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગેસ એજન્સીના સંચાલક રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ઉર્જા બચત અગેની વિસ્તૃત સમજણ સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહીત રાજ્ય સરકારની વર્ષમાં બે રીફીલ ફ્રી આપવાની યોજના સહીતની અનેકવિધ યોજનાઓની ઉપયોગી માહિતી આપી હતી.આ પ્રસંગે આતરસુંબાના પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ મેળવનાર લાભાર્થી બહેનો ખૂબ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિતે દિવ્યાંગ બાળકો માટે કાર્યક્રમ યોજાયો

aarydipkamalam

આપના યુવા નેતા યુવરાજસિંહ દ્વારા ઉર્જા વિભાગમાં કૌભાંડ થયો હોવાના આક્ષેપ કરતાં રાજ્યમાં ગરમાવો

aarydipkamalam

કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે અંબાજીમાં મા અંબાના દર્શન કરી ત્રણ દિવસીય યાત્રાનો પ્રારંભ કર્યો

aarydipkamalam

Leave a Comment