જયદીપ દરજી – કપડવંજ
બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો સાથે કુલ117 બાળકોએ કૃતિઓ રજૂ કરી
GCERT ગાંધીનગર અને DIET કઠલાલ પ્રેરિત તાલુકા પંચાયત (શિક્ષણ શાખા) અને બી.આર.સી.કપડવંજ આયોજીત કપડવંજ તાલુકા કક્ષાનું ૨૩મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન: ૨૦૨૨-૨૩ સોનીપુરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એલ.કે.સુવેરાબેનના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.આ પ્રદર્શનના ઉદઘાટન સમારોહમાં કપડવંજ તાલુકાના ત્રણેય સંગઠનના હોદ્દેદારો, શિક્ષક શરાફી મંડળીના ચેરમેન અને મંત્રી અનુપસિંહ પરમાર તથા સોનીપુરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ વિજ્ઞાન મેળામાં કપડવંજ તાલુકાના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો સાથે કુલ ૧૧૭ કૃતિઓનું સુંદર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા કપડવંજ તાલુકાના બી.આર.સી.કો. ઓર્ડીનેટર કંદર્પભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ તમામ CRC મિત્રો અને બ્લોક સ્ટાફ મિત્રોએ અજોડ કામગીરી કરી તાલુકામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી.