Aary Dip Kamalam
Breaking News અમદાવાદ અને ગાંધીનગર કપડવંજ ખેડા ગુજરાત નડીઆદ મધ્ય ગુજરાત

ક્પડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર જે બી મહેતા હોસ્પિટલ માં આરોગ્ય સચવાય પણ કંપાઉન્ડમાં આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ

આર્યદીપ કમલમ  – કપડવંજ
તસવીર અહેવાલ હરીશ જોશી – કપડવંજ

 

ત્રણ – ત્રણ સ્વીપર હોવા છતાં કંપાઉન્ડમાં કચરો અને પેશાબની દુર્ગંધથી દર્દીઓ પરેશાન

કપડવંજ નગરની અંદાજે ૫૮૦૦૦ ની વસ્તી અને તાલુકાની અંદાજે ત્રણ લાખ થી વધુ ની વસ્તી , ૧૦૨ ગ્રામ પંચાયત ધરાવતા તાલુકામાં એક માત્ર જે.બી.હોસ્પિટલ સને ૨૦૧૭ થી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ થયું છે.ત્યારથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ એમબીબીએસ અને પીડીયાટ્રીશીયન મળી કુલ પાંચ ડોક્ટરો ઉપલબ્ધ છે જેથી રોજ ઓપીડી સારી ચાલી રહી છે.પરંતુ દર્દીઓનું આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સચવાય છે જ્યારે કંપાઉન્ડમાં આરોગ્ય જોખમાય છે.ગંદકીને કારણે આરોગ્યને સીધી અસર પડી શકે તેમ છે . સન -૨૦૧૭ થી તબદીલ થયેલ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલમાં હાલ એમબીબીએસ અને પીડીયાટ્રીશીયન મળી કુલ પાંચ ડોક્ટરો ઉપલબ્ધ છે પરંતુ કોઈ ફીજીશીયન , સર્જન , ગાયનેક , ઓર્થોપેડીક જેવા તબીબોની કોઈપણ સેવા ઉપલબ્ધ નથી તથા વેન્ટિલેટર કે બાયપેપ જેવી કોઈ સુવિધા પણ નથી.સાથા સાથે સીએચસી કંપાઉન્ડમાં ઠેર – ઠેર કચરાના ઢગલા અને અન્ય મેડીકલ વેસ્ટ જોવા મળી રહ્યો છે.ક્ચરાના ડબ્બા કાણા થઈ ગયા છે અને જે સારા છે તે ખૂણામાં ધૂળ ખાઈ રહ્યા છે.સીએચસીમાં ત્રણ – ત્રણ સ્વીપર હોવા છતાં પણ ગંદકીના સામ્રાજ્યથી દર્દીઓના આરોગ્ય સાથે જાણે ચેડા થઈ રહ્યા છે.સીએચસીમાં નીંગ સ્ટાફ -૭ તથા સિક્યુરીટી -૨ નો સ્ટાફ છે.ડાયાલીસી સેન્ટરમાં આવેલ આર.ઓ.પ્લાન્ટની બહાર જ ગંદકીના ઢગલા છે. અઠવાડિયામાં ત્રણ દિવસ મેડીકલ વેસ્ટ લેવા માટે એજન્સી આવે છે તો કચરો કેમ પડી રહ્યો છે તે એક પ્રશ્નાર્થ છે .વિધાનસભાની ચૂંટણી પછી સીએચસનું નવીનીકરણ થવાનું છે તે માટે જરૂરી કાર્યવાહી પણ થઈ ગઈ છે પરંતુ નવીનીકરણ ક્યારે થશે તે પણ એક પ્રશ્નાર્થ છે.કપડવંજસીએચસી જાણે પાર્કીંગ સ્ટેન્ડ બની ગયું હોય તેમ સીએચસીની બહારના લોકો ગેરકાયદેસર રીતે પાર્કીંગ કરી જાય છે.સીએચસી સત્તાવાળાઓ ફરિયાદ કરે છે તો બબાલ ઉભી કરે છે જેથી આ સમસ્યાનું નિરાકરણ થવું જરૂરી છે.અલબત્ત કપડવંજ સીએચસી સેન્ટર નવેમ્બર -૨૨ માં કાર્યાન્વિત થયું છે.ત્યારથી આજદીન સુધી દરરોજના છ થી સાત દર્દીઓ લાભ લઈ રહ્યા છે.સેન્ટર થયું ત્યારથી આજદીન સુધી અંદાજે ૧૨૫ દર્દીઓએનિઃશુલ્ક સેવાનો લાભ લીધો છે .

કોંગી ધારાસભ્યની ગ્રાંટમાંથી આવીને નવી નકોર એમ્બ્યુલન્સ વાન રજીસ્ટ્રેશનના અભાવે ધૂળ ખાય છે 

ગત તા .૧૦ ઓક્ટોબર -૨૨ ના રોજ કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ તેઓની નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાંટમાંથી અંદાજે ૧૬ લાખના ખર્ચે ઓક્સિજન સહિત વિવિધ સુવિધાવાળી એમ્બ્યુલન્સ સીએસચીને આપી હતી.ત્યારથી આજદીન સુધી એમ્બ્યુલન્સ વાનનો દર્દીની સુવિધા માટે ઉપયોગ થયો નથી.તેનું કારણ માત્ર વાનનું પાસીંગ પ્રોસીજર થયું નથી . આ બાબતે જિલ્લા કચેરીએ જાણ પણ કરી હોવા છતાં બે માસથી પણ વધુ સમય વીતી ગયો પણ એમ્બ્યુલન્સ વાનનો દર્દીની સુવિધામાં ઉપયોગ નથી થઈ શક્યો તે કમનસીબ બાબત છે.ડાયવરની પણ સુવિધા સમયે ઉપલબ્ધ થાય તો દર્દીઓને એમ્બ્યુલન્સ વાનનો લાભ મળી શકે તેમ છે.સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કાર્યવાહી થાય તેમ નગરની જનતાની માંગણી છે .

Related posts

સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનું કાવઠ ખાતે ભવ્ય સ્વાગત

aarydipkamalam

ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા ક્લબ કપડવંજના પ્રમુખ તરીકે ચેતન ભાઈ એન પટેલની નિમણુક કરવામાં આવી

aarydipkamalam

આપના યુવા નેતા યુવરાજસિંહ દ્વારા ઉર્જા વિભાગમાં કૌભાંડ થયો હોવાના આક્ષેપ કરતાં રાજ્યમાં ગરમાવો

aarydipkamalam