આર્યદીપ કમલમ
જયદીપ દરજી
જય અંબે આશ્રમ બાયડમાં સદભાવના ફોરમની મિટિંગનું આયોજન કરવામાં આવ્યુંજેમાં જેમાં ત્રિલોકભાઈ મહેતા કન્વીનર મોહમ્મદ હબીબ શેઠ, કન્વીનર ડો ઇફતિખારભાઈ મલેક, અબ્દુલલતીફભાઈ શેઠ ,મોહમ્મદ હુસેન ગેણા ,રવિભાઈ ખંભીસર રજાકભાઈ મનસુરી, અશોકભાઈ જૈન, બીપીનભાઈપટેલ,વિજયભાઈ પટેલ અને બીજા ત્રીસ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સદભાવના ફોરમ સર્વ ધર્મ સદભાવનાના સિદ્ધાંત સાથે કાર્ય કરવા રચવામાં આવ્યું છે.પુસ્તક બેંક, મેડીસિન બેંક, નોટબુકનું વિતરણ જેવા સામાજિક કર્યો કરવાની નેમ સાથે દર મહિને એક મિટિંગ કરવી તેવું નક્કી કરવામાં આવ્યું.સદભાવના ફોરમ વતી હબીબભાઈ, ડો ઇફ્તિખારભાઈ મલેક અને રવિભાઈ ખંભિસર અને તેમની ટીમ દ્વારા જય અંબે આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈનનું સન્માન કરી સલીમભાઈ દાદુ તરફથી આશ્રમને 21000 હજાર નો ચેક આપવામાં આવ્યો હતો.ઉપસ્થિત સૌને આશ્રમની પ્રવૃત્તિથી વાકેફ કરવામાં આવ્યા હતા.