Aary Dip Kamalam
Breaking News અમદાવાદ અને ગાંધીનગર કપડવંજ ખેડા ગુજરાત નડીઆદ મધ્ય ગુજરાત

કપડવંજનો પૂર્વ ભાગ એવા નપાણિયા તરીકે પંકાયેલા વિસ્તાર માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિને પાણીના મુદ્દે ઉકેલ લાવવા આહવાન

આર્યદીપ કમલમ

તસવીર અહેવાલ હરીશ જોશી

 

વર્ષોથી પાણીની સમસ્યાનો નિકાલ ક્યારે ???

*જળ સંકટના કારણે આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે*

 

કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તાર એ નપાણિયા તરીકે પંકાયેલો છે.વરસાદ આધારીત ખેતી ઉપર નભેલા આ વિસ્તારના ખેડૂતો તથા પ્રજા માટે જળ સંકટની સમસ્યા ઘણા વર્ષોથી સતાવી રહી છે.આ બાબતે સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આજદીન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હાલ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતા સત્તા સ્થાને ભાજપ આવતા ભાજપના જન પ્રતિનિધિઓ ઉપર આ વિસ્તારના લોકોની માંગણી છે કે વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન હલ થાય તો પૂર્વ વિસ્તાર જે નપાણિયા વિસ્તાર તરીકે પંકાયેલો છે તે કલંક દૂર થાય તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે .

 

કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના સુશીલાબેન પર્વતસિંહ પરમાર ( સરપંચ – વડાલી ) વિમળાબેન હસમુખભાઈ સોલંકી ( સરપંચ આલમપુરા ) , સામાજીક કાર્યકર પર્વતસિહ પરમાર સહિતપૂર્વ વિસ્તારના સરપંચો અને આગેવાનોએ જણાવ્યું છે કે પૂર્વ વિસ્તારની અંદાજીત ૩૫ થી ૪૦ ગ્રામ પંચાયતો આવેલી છે.સદર પંચાયતો બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં આવેલી છે.અને લોકસભા પંચમહાલમાં લાગે છે.અને તાલુકા લેવલે કપડવંજ અને જીલ્લા લેવલે ખેડા જીલ્લામાં લાગે છે.હાલ ભાજપાના કપડવંજ વિધાનસભામાં રાજેશ ઝાલા , બાલાસિનોર વિધાનસભામાં માનસિંહ ચૌહાણને પ્રજાએ ખોબલે ખોબલે મતો આપી જીતાડ્યા છે . છેલ્લા ૨૭ વર્ષના શાસન સમયમાં ભાજપ સરકાર એવા બહાના આગળ ધર્યા છે કે લોક પ્રતિનિધિ અમારા ચૂંટાતા નથી.પરંતુ આ વખતે બન્ને ધારાસભ્યો ભાજપાના છે અને ખેડા સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ પણ ભાજપાના છે.કપડવંજનો પૂર્વ વિસ્તાર માં આવતા ૫૦ થી ૬૦ ગામો જેમની વિધાનસભા અને લોકસભા જેનો મતક્ષેત્ર અને ચૂંટણીનું સિમાંકન બાલાસિનોર તાલુકામાં અને મહિસાગર જિલ્લામાં થયું છે.ત્યારે હવે આ વિસ્તારનો પ્રજાના હિત માટે વિકાસ થવો જોઈએ.ગત ઉનાળામાં આ વિસ્તારમાં પાણી બાબતે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો.પરંતુ ચોમાસુ આવતા લોકોએ રાહત અનુભવી હતી.પણ આ વર્ષે ચોમાસુ નહીવત વરસતા પૂર્વ ગાળાની પાણીની સમસ્યા જેમની તેમ છે.આગામી ઉનાળામાં ગંભીર સ્વરૂપ ધારણ કરવાની શક્યતાઓ પુરેપુરી છે.આ બાબતે સરકાર અગમચેતી રૂપે કોઈ નક્કર પગલા ભરે તેવી પૂર્વ વિસ્તારના વિવિધ ગામના સરપંચો , આગેવાનો અને પ્રજાની લાગણી અને માંગણી છે .

 

 

*પૂર્વ વિસ્તારમાં ૧૦૦૦ ફૂટ સુધી પાણી માટે કરેલા બોરમાં પાણી આવતું નથી*

કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા રહેલી છે.અને આ વિસાતરમાં પાણી બહુ ઉડે જતુ રહ્યું છે.આ વિસ્તારમાં ૧૦૦૦ ફૂટ સુધી પાણી માટે કરેલા બોરમાં પાણી આવતું નથી અને સરકારી બોરમાં પણ પાણી નથી. કપડવંજના પૂર્વ વિસ્તારના ગાળામાં ઉત્તરે સરકારની સુજલામ સુફલામ યોજના નજીકમાં આવેલી છે.તથા દક્ષિણમાં નર્મદા કેનાલ આવેલ છે.આમ ગુજરાત સરકારની બે મોટી પાણીની યોજનાઓ આ વિસ્તારની આજુ બાજુ છે તેમ છતાં આ વિસ્તાર પાણીથી વંચિત રહ્યો છે.આ વિસ્તાર માટે કેમ ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે તે સમજાતુ નથી.ભારત દેશના નાગરિક હોવા છતાં પણ આ વિસ્તારના લોકોને પાણીની કોઈ સમસ્યા દૂર થઈ નથી.જેથી આજુ બાજુ બે કેનાલો આવેલી છે જેમાંથી કોઈપણ એક કેનાલમાંથી કપડવંજના પૂર્વ વિસ્તારમાં આ કેનાલની એક લાઈન કેનાલ મારફતે અથવા તો પાઈપ લાઈન મારફતે આ વિસ્તારના પંચાયતોના તળાવો તથા ચેકડેમો અને કોતરો ભરવામાં આવે તો પીણીના ભુગર્ભના જળનો સ્તર ઉંચો આવે તેમ છે.અને તેથી પાણીની તેમજ પશુઓની પણ યોગ્ય કરવા જણાવ્યું છે . પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેમ છે.જેથી કપડવંજનાપૂર્વ વિસ્તારનો વિકાસ થાય તેવી તેઓએ આગ્રહપૂર્વક અનુરોધ કરીને યોગ્ય કરવા જણાવ્યું છે.

 

  • *મુખ્યત્વે કયા કયા ગામોમાં પાણીની સમસ્યા છે*

 

કપડવંજ તાલુકાના પૂર્વ ભાગના વણઝારીયા , આલમપુરા , સોનીપુરા , જુના મુવાડા , આરામજીના મુવાડા , હેમતાજીના મુવાડા , વડાલી , દંતાલી , બાપુજીના મુવાડા , મોતીપુરા , દુધા઼થલ , ઓંદરીયા , નીરમાલીના મુવાડા , પાંખિયા , અંતિસર , મોતીપુરા , સુણદા , ભૂતિયા , વિરણીયા , કૃપાજીના મુવાડા , ખુમજીના મુવાડા , ઠાકોર કંપા , દનાદરા , બાવાના કુવા , ગોટાળી લાટ , અમીનપુરા , ખડોલ , બારિયાના મુવાડા , કોયાના મુવાડા , કાપડીવાવ , ચીખલોડ , વડોલ , વિઠ્ઠલપુરા લાટ , બાકરની મુવાડી , ગરોડ , નારના મુવાડા , બનાના મુવાડા , નિઝામિયા , રમોસડી , માતરીયા , દેવના મુવાડા , હડમતીયા , મલકાણા , ગોકાજીના મુવાડા વગેરે ગામો કે જે સિંચાઈ અને પીવાના પાણી માટે વલખા મારે છે .

Related posts

તક્ષશિલા વિદ્યાલયમાં સ્વાસ્થ્ય સલામતી માટે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ ના થાય ફેલાય તે માટે દવા છાંટવામાં આવી

aarydipkamalam

રાજ્યનાં ખેડૂત દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અન્વયે ખેડા જિલ્લામાં સહાય કાર્યક્રમ યોજાયો

aarydipkamalam

કપડવંજમાં એમજીવીસીએલ માં ફરિયાદ કેન્દ્ર દૂર ખસેડાતા લોકોને હાલાકી

aarydipkamalam

Leave a Comment