આર્યદીપ કમલમ
તસવીર અહેવાલ હરીશ જોશી કપડવંજ
કપડવંજ શહેરની અત્યારે એક સુવિધાજન્ય કોમ્યુનિટી હોલની તાતી જરૂર છે તેવા સમયે સમ ખાવા પૂરતો એક કોમ્યુનિટી હોલ હતો તે સરકારી ફાઇલોમાં ફસાતા ખંડેર બની જઈ અસામાજિક તત્વો માટે આશીર્વાદરૂપ બની ગયુ હોવાનું પ્રજામાં જોરશોરથી ચચૉઈ રહ્યું છે.
કપડવંજના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગાંધી ઉદ્યાન ની જગ્યા માં સને 2007ની સાલમાં કપડવંજ નગરપાલિકા દ્વારા એક અદ્યતન કોમ્યુનિટી હોલ icdmp સ્કીમ હેઠળ અંદાજે ૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું તે સમયે તત્કાલિન માર્ગ અને મકાન મંત્રી આઈ કે જાડેજા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે કપડવંજની પ્રજા ને આ હોલ ખૂબ જ ઉપયોગી થઇ ગયો હતો અને તે સમયે નગરપાલિકા દ્વારા દેખરેખ રહેવાના કારણે તથા વોચમેનની ઉપસ્થિતિના કારણે હોલ ની સારસંભાળ પણ સારી લેવાતી હતી પરંતુ ભાડા પટ્ટો રીન્યુ કોઈ કારણોસર ન થવાથી આ કોમ્યુનિટી હોલ નગરપાલિકા પાસેથી અંદાજે ૨૦૧૧ની સાલમાં સરકાર હસ્તક જતો રહ્યો હતો સરકાર હસ્તક જતા આજે આ કોમ્યુનિટી હોલ ની દેખરેખ અને સારસંભાળ વગર આ હોલ ખંડેર ભાસી રહ્યો છે હોલમાં એક પણ બારણા પર રહ્યા નથી અને સરકારી સંપત્તિ નષ્ટ થઇ રહી છે હાલ કપડવંજમાં એ પણ કોમ્યુનિટી હોલ ન હોવાના કારણે કપડવંજ નગરપાલિકાએ સરકાર પાસેથી આ કોમ્યુનિટી હોલ ની માગણી વારંવાર કરી છે જો સરકાર દ્વારા આ કોમ્યુનિટી હોલ નગરપાલિકાને સોંપવામાં આવે તો નગરજનો માટે તે ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે.