તસવીર અહેવાલ
જગદીશ પ્રજાપતિ – અરવલ્લી
કોરોનાએ માથું ઊંચકતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યું નિરીક્ષણ
*માલપુર આરોગ્ય કેન્દ્રમાં કોવિડ વિભાગનું કર્યું નિરીક્ષણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા*
ચીન સહિત વિશ્વમાં કોરોના એ ફરીથી માથું ઊંચક્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે તો પદાધિકારીઓ પણ પ્રજા હિત માટે સતત ચિંતિત જોવા મળી રહ્યા છે.બાયડ – માલપુર વિધાન સભાના પ્રજા સેવક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને આરોગ્ય કેન્દ્રમાં ડોકટર , નર્સ સહિતના સ્ટાફ સાથે મુલાકાત કરી જરૂરી ચર્ચા કરી હતી.અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખબર અંતર પૂછ્યા હતા તેમજ પ્રસૂતા મહિલાઓને બાળ કીટ ની ભેટ આપી હતી.બીજી તરફ કોરોના સંકટ માં તકેદારીના ભાગરૂપે તેમજ માલપુર આરોગ્યકેન્દ્રમાં કેવી તૈયારીઓ છે.કેવી વ્યવસ્થા છે તે અંગે નિરીક્ષણ કરી ડોકટર સાથે ચર્ચા કરી હતી