આર્યદીપ કમલમ
તસવીર અહેવાલ
હરીશ જોશી કપડવંજ
કપડવણજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટ્સ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કૉલેજ, કપડવણજ માં જનરલ હોસ્પિટલ નડીઆદ અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ” અંતર્ગત માર્ગદર્શન વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. માનસિક સ્વાસ્થ્ય વિશે ખુશ્બુ પંડયા(ક્લિનિકલ & રિહેબિલીટેશન સાયકોલોજીસ્ટ) ,સ્વાતિ રાઠોડ(કાઉન્સેલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, યુવાનો માટે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. અત્યારે સામાન્ય બાબતમાં પણ યુવાનો આત્મહત્યા કરી લે છે. એટલે તેઓની હતાશા, નિરાશાની સ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. વિદ્યાર્થીઓ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે પુછાયેલ પ્રશ્નના તેઓએ ઉત્તર આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રી ડૉ.ગોપાલ શર્માએ મહેમાનોને આવકારી વ્યાખ્યાનની ઉપયુક્તતા સમજાવી હતી.કાર્યક્રમનુ સંચાલન પ્રા.જે.એ.બ્રહ્મભટ્ટે અને આભાર દર્શન પ્રા.એ.બી.પંડાએ કર્યું હતું. કાર્યક્રમમાં ટી.વાય.બી.એ.અને બી.કૉમ.ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.