આર્યદીપ કમલમ
તસવીર અહેવાલ
હરીશ જોશી કપડવંજ
ટોલટેકસ થી બચવા આ રોડ નો વઘુ પડતો ઉપયોગ
કપડવંજ તાલુકાના તોરણા પાટીયા થી છીપડી પાટીયા સુઘી નો રોડ પર ભારે વાહનો ની અંવરજવર ને લઈને ખાડાઓ પડી ગયેલ છે આને લઈને નાના મોટા અકસ્માતો થવાની સંભાવનાઓ રહેલી છે અમદાવાદ જવા માટે કપડવંજ તાલુકાની જનતા ટોલટેક્ષ થી બચવા માટે આ રોડ નો વઘુ પડતો ઉપયોગ કરી રહ્યા છે એટલે ટ્રાફીક નું ભારણ વઘારે રહે છે તથા ૧૧ કીમીના આ રોડ ના અંતર માં પાંચ શાળાઓ આવેલી છે અને શાળા નો સમય આખા દીવસ નો હોય છે અને શાળા ઓ રોડ પર આવેલી છે અને ૧૧ કીમી માં પાંચ થી છ ગામ આવેલા છે આ જજૅરીત અને ખાડા પડી ગયેલ રોડ હોવાથી અકસ્માત અને વાહનોને નુકશાન થવાનો સંભવ રહેલો છે આમ આ રોડ પર ભારે વાહનો અને ડમ્પરો ની વઘુ અવરજવર ને લઈને રોડ ને નુકશાન થઈ રહ્યું છે આ રસ્તા પર અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર આવવા વાહનચાલકો ટોલ ટેક્સ થી બચવા માટે આ રસ્તા નો વઘુ ઉપયોગ કરી રહ્યા છે અને અતી ભારે ટ્રાફિક રહે છે આ રોડ નું નવીનીકરણ થાય તેવી લોકોની માગણી છે