Aary Dip Kamalam
Breaking News અમદાવાદ અને ગાંધીનગર અરવલ્લી ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર કપડવંજ કોરોના મહામારી સમાચાર ખેડા ગુજરાત જાણવા જેવું

અમદાવાદના બિલ્ડર રાકેશ પ્રજાપતિ સેવા પરમો ધર્મ માનનાર રાષ્ટ્રપ્રેમી

આર્ય દીપ કમલમ

તસવીર અહેવાલ

હરીશ જોશી કપડવંજ

રતન ટાટાના ફેન એવા રાકેશભાઇ મિત્રો સાથે ઉજવે છે રતન ટાટાનો જન્મ દિવસ.

 

સાથે સાથે, અત્યાર સુધી 4000 લોકોનો જન્મદિવસ સ્વખર્ચે ઉજવ્યો છે.

 

દેશી ચીજ વસ્તુના આગ્રહી અને ટાટાની ચીજ વસ્તુ ખરીદે છે અને ખરીદવા પ્રોત્સાહન આપે છે

 

રાકેશભાઈ પ્રજાપતિ એટલે માટીનો માણસ…!! મૂળ સરઢવ,ગાંધીનગરના વતની એવા તેમના પિતા ચિનુભાઈ ઈંટોનો વ્યવસાય કરતા ને બાળપણ મધ્યમવર્ગીય પરિવારમાં પસાર થયું. ને ત્યારથી જ માટીનો માણસ માટી જ બનવાનો આ વિચારે આજ આખું “માટીદાર સમાજ”નું એક સ્લોગન સમાજની વચ્ચે લઈ જવા પ્રયાસો કરી રહ્યા છે. માત્ર પ્રજાપતિના અર્થે નહિ પણ આજે બહુ મોટા બિઝમેન હોવા છતાં પણ નાનામાં નાના લોકો સાથે મળી જાય છે કે ભળી જાય તેવો ઉમદા સ્વભાવથી લોકોના હૃદયમાં આગવું સ્થાન ઉભું કર્યું છે. દર 28 મી ડીસેમ્બર રતન ટાટા નો જન્મ દિવસ ખૂબ ધામ ધૂમથી ઉજવે છે. આ સાથે લોકોને દેશ સેવા માટેની પ્રેરણા આપે છે. રતન ટાટાના જન્મ દિવસ ઉપરાંત, અન્ય લોકોના જન્મ દિવસ ઉજવવાના શોખને જોઈ સહુ કોઈ ખુશી અનુભવે છે, તો તેમના આ શોખને સો સો સલામ કરે છે.એમના અનોખા શોખથી નજીકના લોકોમાં જાણીતા બન્યા છે જેમાં, ઓળખીતા કે જેમને જાણતા પણ નથી એવા લોકોના જન્મ દિવસ ઉજવી ખુશી અનુભવે છે. છેલ્લા દસ વર્ષમાં 4000 કરતા વધુ લોકોના તેમણે જન્મ દિવસ ઉજવી એક અનોખો રેકોર્ડ ઉભો કર્યો છે. માટીની વસ્તુઓ હંમેશાં વાપરવી એવો સંદેશ આપનાર રાકેશભાઈ પોતાની મોંઘી સોનાની વીંટીમાં માટીનો નંગ લગાવ્યો છે. એમનું કહેવું છે કે, માણસ માટીનો છે અને છેલ્લે તો માટી જ બનવાનો છે.રતન ટાટાને પોતાના આદર્શ અને કર્મ ગુરુ માનનારા રાકેશભાઈ ટાટા ગ્રુપના સિદ્ધાંતોથી પ્રભાવિત છે. મિત્ર વર્તુળ કે અન્ય નજીકના લોકોને કે પરિચયમાં આવનાર લોકોને ટાટા કંપનીની કાર ખરીદવા હંમેશાં આગ્રહ કરે છે. તેઓ ઈચ્છે છે કે, ટાટાએ આ દેશ માટે બહુ યોગદાન આપ્યું છે. જો આપણે શક્ય બને તેટલું કરીશું તો પણ એક દેશ સેવા હશે. ટાટાને પોતના આદર્શ માનનાર રાકેશભાઈ છેલ્લા 2 કે 3 વર્ષથી રતન ટાટાનો જન્મ દિવસ ઉજવે છે. અને લોકોની સાથે મળી ખુશીઓ વહેંચે છે.

કોવિડમાં 1500 કરોડ દાન કર્યા પછી એમના પ્રત્યેનું માન વધ્યું. અને શરૂ કર્યું અનોખું અભિયાન!!

રાકેશભાઈ પ્રજાપતિ ખૂબ ઉમદા સ્વભાવથી લોકોને ખુશી આપવી તેમનો શોખ છે, સેવાને પરમો ધર્મ માનનારા રાકેશભાઈ રાષ્ટ્ર પ્રથમમાં માને છે. રતન ટાટાને પોતાનો આદર્શ માનનાર પોતે બિલ્ડર છે, પણ મનને મનથી જોડવાનું કામ કરે છે. મનથી મનની બિલ્ડિંગ બનાવે છે .

લોકોને મળવાનો જન્મ દિવસ ઉજવવાનો અનેરો શોખ છે. તેઓ જણાવે છે કે, અત્યાર સુધી 4000થી વધુ લોકોના ઘરે જઈ જન્મ દિવસ ઉજવ્યો છે. અને એમાંથી મોટાભાગના એવા લોકો જેમને ક્યારેય પોતાનો જન્મ દિવસ ઉજવ્યો નથી.

 

એમાંય, દેશના મોખરાના ઉદ્યોગપતિ રતન ટાટાની કાર તેમજ ટાટા કંપનીની અનેક વસ્તુઓ કે સામાન પોતાના સર્કલમાં અને નવા મિત્રોને પહેલી જ મુલાકાતમાં ખરીદવા અને વાપરવા ભલામણ કરે છે. જેમાં તેમનો બિલકુલ સ્વાર્થ નથી હોતો.ખુબજ સરળ સ્વભાવ અને મદદરૂપ થનાર માણસ રાકેશભાઈ પ્રજાપતિ મળવા જેવા માણસ છે.

દેશની પ્રોડક્ટ અને લોકલને પ્રાધાન્ય, પોતે પણ ટાટા એરિયર ગાડી વાપરે છે અને લોકોને પણ આ જ ગાડી લેવા અનુરોધ કરે છે. અત્યાર સુધી તેઓએ 40 કરતા વધુ લોકોને કાર લેવા પ્રોત્સાહિત કરી ટાટાની કાર ખરીદી કરાવી છે. આ સાથે ટાટાની કાર કે વસ્તુઓ લેનારને ભેટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરે છે.

આ સાથે તેઓ વધુમાં જણાવે છે કે, “કુદરતે આપણને બનાવી મોકલ્યા છે, મનુષ્ય તરીકે આપણે આવ્યા છીએ તો આપણે આ દિવસને ઉજવવો છે. મોટેભાગે એવા લોકોના જન્મ દિવસ ઉજવ્યા છે, જેમણે 30 થી 50 કે 60 વરસમાં ક્યારેય પોતાનો બર્થ ડે ઉજવ્યો નથી”. એવા લોકો માટે કેક અને અન્ય વસ્તુઓ લઈ તેઓ પહોંચી જાય છે. અને જન્મ દિવસ ઉજવે છે. અને આશાઓ ને જીવનનું એક લક્ષ્ય રાખી બેઠા છે કે, તેઓ એકવાર રતન ટાટાને રૂબરૂ મળે.

Related posts

રાજ્યનાં ખેડૂત દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અન્વયે ખેડા જિલ્લામાં સહાય કાર્યક્રમ યોજાયો

aarydipkamalam

તક્ષશિલા વિદ્યાલયમાં સ્વાસ્થ્ય સલામતી માટે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ ના થાય ફેલાય તે માટે દવા છાંટવામાં આવી

aarydipkamalam

ખેડા જિલ્લાની શાન સમી ખોખરવાડાની સબનુંર ઘોડીની ચીર વિદાયે પાલક પરિવાર સહિત આખું ગામ અને અશ્વ પાલકો શોક મગ્ન બન્યા

aarydipkamalam