આર્યદીપ કમલમ
તસવીર અહેવાલ
હરીશ જોશી કપડવંજ
*કપડવંજના બેટાવાડા પાસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી એક લાખના દારૂ બિયર સાથે પાંચ લાખનો મુદ્દામાલ ઝડપ્યો , કાર ચાલક ફરાર*
કપડવંજ રૂરલ પોલીસના કર્મીઓ આગામી ૩૧ ડીસેમ્બરના અનુસંધાને નીરમાલી ઓપી વિસ્તારમાં મુક્તાનંદ હોસ્પિટલ પાસે વાહન ચેકીંગ કરતા હતા.દરમ્યાન મોટીઝેર ગામના રસ્તા તરફથી સફેદ રંગની સ્વીફ્ટ કાર આવતા તેને ઉભી રાખવા માટે જણાવતા ની ગાડીનો ચાલક ગાડી લઈ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.જેથી પોલીસ કર્મીઓએ ગાડીનો પીછો કરતા બેટાવાડા ગામ નજીક ગાડીના ચાલકે કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં ઉતરી જઈ ઝાડ સાથે અથડાઈ હતી.દરમ્યાન અંધારાના લાભ લઈ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.પોલીસ કર્મીઓ સ્વીફ્ટ કાર નં.જી જે ૩૧ એ ૫૮૫૧ ની ડીકીમાંથી વિદેશી દારૂ તથા બિયર ટીન મળી કુલ રૂ .૧,૦૧,૫૦૦ નો મુદ્દામાલ તથા કારની કિ.રૂ .૪,૦૦,૦૦૦ લાખ મળી કુલ -૫,૦૧,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અ.હે.કો. વનરાજસિંહ ની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસ મથકના સુત્રોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .