- આર્યદીપ કમલમ
તસવીર અહેવાલ
હરીશ જોશી કપડવંજ
કપડવંજ કે.કે.એમ.સંચાલિત શંકરલાલ એચ.શાહ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ગરબા હરિફાઈ -૨૦૨૨ કોલેજ ઑડીટોરીયમ ખાતે યોજાઈ હતી.આ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.બી.મકવાણા , મામલતદાર જયકુમાર પટેલ , પાલિકા પ્રમુખ મોનિકા પટેલ , કારોબારી સભ્ય હેમલ શાહ , ઉપપ્રમુખ નીલાબેન પંડ્યા , મંત્રીઓ ગોપાલ શાહ તથા અનંત શાહ , સીઈઓ મૌલિક ભટ્ટ નિર્ણાયક આશીન તથા અક્ષય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વિજેતા ગૃપમાં વિભાગ – અ પ્રથમ થનગનાટ – એ.સી.શારદા મંદિર , દ્વિતિય શિવમ – એસ.સી.દાણી ઈ.મી.પ્રા . સ્કુલ , તૃતિય સરસ્વતી – સી.ડી.ગાંધી ઈ.મી.પ્રા.સ્કુલ , વિભાગ – બ પ્રથમ અંબા- પ્રથમ સી.ડી.ગાંધી ઈ.મી.સે.સ્કુલ , દ્વિતિય વિદ્યા સી.ડી.ગાંધી ઈ.મી.સે.સ્કુલ , તૃતિય જોગણી – એસ.સી.દાણી ઈ.મી. સે.સ્કુલ , વિભાગ – ક મોઢેશ્વરી – એસ.કે. શાહ ( ચ્હાવાળા ) કોલેજ ઓફ એજ્યુ . , દ્વિતિય ઉમા – આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , તૃતિય સાયન્સ કોલેજનો સામાવેશ થાય છે .