Aary Dip Kamalam
Breaking News કપડવંજ ખેડા નડીઆદ મધ્ય ગુજરાત

કપડવજ નગર સેવા સદનનું 40 લાખના ખર્ચે બંધાયેલું સ્પોર્ટસ સંકુલ ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યું છે

આર્ય દીપ કમલમ

તસવીર અહેવાલ

હરીશ જોશી કપડવંજ

 

કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સ્વાસ્થ્યની જાળવણી માટે રમત ગમતને પ્રાધાન્ય આપવામાં આવેલું છે તેવા સંજોગોમાં સાંસદ અરુણ જેટલી દ્વારા મળેલી આશરે રૂપિયા ૪૦ લાખની ગ્રાન્ટમાંથી શેઠ એમ પી મ્યુનિસિપલ હાઇસ્કુલ પાસે આવેલી તલાવડીમાં આશરે આઠેક વર્ષ પહેલા સ્પોર્ટ સંકુલ બાંધવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ઇન્ડોર ગેમ માટે કરવામાં આવનાર હતો પરંતુ સત્તાવાળાઓની બેદરકારી અને નિષ્કાળજીને પરિણામે આ સ્પોર્ટસ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે આ ઇન્ડોર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનિસ કેરમ તેમજ બેડમિન્ટન જેવી રમતો રમાડી શકાતી હોય છે પરંતુ તેના બાંધકામની યોગ્ય ડિઝાઇન ના અભાવે છે કેટલીક રમતો રમાડવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી પણ આ સ્પોર્ટ સંકુલ તેની જાળવણી તથા યોગ્ય ઉપયોગના અભાવે હાલ ધૂળ ખાઈ રહ્યું છે અને ખંડેર સમાન બની રહ્યું છે. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી અને તજજ્ઞોની સલાહ લઈને તેને ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે કે જેથી કપડવંજ અંદર શહેર તથા તાલુકાના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે.

Related posts

કપડવંજ તાલુકા પંચાયત કચેરીનું બોર્ડ બે વર્ષ થવા છતાં નહીં લગાવતા પ્રજામાં ચર્ચા

aarydipkamalam

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓની રંગપૂરણી અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

aarydipkamalam

કપડવંજ શહેર અને તાલુકામા દેશી દારૂ બનાવવા વપરાતા અખાધ ગોળનું બેરોકટોક વેચાણ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું

aarydipkamalam

Leave a Comment