આર્યદીપ કમલમ
તસવીર અહેવાલ
હરીશ જોશી કપડવંજ
કપડવંજ પંથકમાંથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલ જાણે કે મોતની કેનાલ બની રહી હોય તેમ જિંદગીથી હારેલા અને કૌટુંબિક ક ઝઘડાઓથી કંટાળેલા લોકો પોતાના જીવ સમાન વહાલસોયા બાળકો સાથે અવારનવાર આપઘાત કરવા માટે લોકો નર્મદા કેનાલનો ઉપયોગ કરી રહ્યા છે. અવારનવાર આવા અકસ્માતોથી ઘણા કુટુંબો અને ઘણા લોકોને જિંદગી તબાહ થઈ રહી છે. જે અવારનવાર ન્યુઝ પેપરમાં પ્રકાશિત થઈ રહ્યું છે,જવાબદાર તંત્રને મુખ્ય કેનાલ પર સુસાઇડ ને રોકવા માટે અગાઉ અખબાર ના માધ્યમથી ઘણી વખત બ્રીજપર જાળી લગાવવા માટે અહેવાલ છાપવામાં આવ્યા છે.પરંતુ જવાબદાર તંત્ર દ્વારા અકસ્માતને રોકવા માટેની કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી.
નર્મદા મુખ્ય કેનાલ પર ગોધરા બ્રિજ ગાંધીનગર બ્રીજ ઉપર ઘણી બધી જગ્યાઓએ જાળીઓ લગાવેલી છે. પરંતુ હજુ પણ અમુક જગ્યાઓએ જ્યાં કપડવંજ પંથકમાં વધું સુસાઈડ થઈ રહ્યાં છે, ત ત્યાં આવી જાળીઓ લગાવીને સુસાઇડને રોકી શકાય તેમ છે.
આ ઉપરાંત પણ નર્મદા મુખ્ય કેનાલનું પાણી ચોખ્ખું રહે અને સૌરઉર્જા નું ઉત્પાદન થાય એ માટે તેના પર સોલાર પેનલ પણ લગાવી સૌરઉર્જા ક્ષેત્રે ગુજરાતને વધુ સમૃદ્ધ કરી શકાય તેમ છે, ગવર્મેન્ન્ટે આ બાબતે વિચારવું રહ્યું.આ અંગે કપડવંજ તાલુકાના તંથડી ના સુરેશ ભોઈ ના જણાવ્યા મુજબ નર્મદા મુખ્ય કેનાલના બ્રિજ ઉપર કપડવંજ ,આંત્રોલી,આંબલીયારા, લસુન્દ્રા મુખ્ય બ્રિજ ઉપર લોખંડની જાળી લગાવી. આત્મહત્યા અટકાવતા બોર્ડ લગાવી દેવામાં આવે તો ઘણા બધા લોકોની જિંદગીઓ બચી શકે તેમ છે. અને ઘણો બધો પરિવાર વેરવિખેર થતો પણ બચી શકે તેમ છે.