આર્યદીપ કમલમ
મકસુદ કારીગર
ખેડા-કઠલાલ
કઠલાલ ખાતે આવેલ કેરવેલ હોસ્પિટલ માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.કેમ્પમાં બ્લડ પ્રેશર ,શુગર ટેસ્ટ,શરીરમાં રહેલા ઓકિસજનની તપાસ,હદયનો કાડીયોગ્રામ,એક્સરે સ્કેનિગ ની મફત તપાસ કરવામાં આવી હતી .
જ્યારે તપાસ કેમ્પમાં ફીઝીશીયન વિભાગનાં ડૉ.પાર્થ પટેલ,ઓર્થોપેડિક વિભાગના ડૉ.ભાર્ગવ કુમાર,સર્જિકલ વિભાગના ડૉ.રાકેશ પટેલ,બાળ વિભાગના ભૌમિક પ્રજાપતિ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યાં.જેનો કુલ ૧૫૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.