આર્યદીપ કમલમ
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બાયપાસ રોડથી ઓવરબ્રિજ વચ્ચે ગતરાત્રે પસાર થતી ટ્રકનું ટાયર એકાએક જામ થતાં રોડની સાઈડમાં ઉભેલી હતી. આ દરમિયાન ટ્રકની પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતાં ટ્રક પચાસ ફુટ જેટલી ઘસેડાઈ હતી. આ ઘટનામાં ટ્રકના ક્લીનરનું મોત નિપજ્યું છે. ટ્રકના ચાલક અને ક્લીનર બન્ને ટ્રકની નીચે કામગીરી કરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતાં ક્લીનર ટાયર નીચે કચડાઇ જતાં મોત થયું છે. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. જ્યારે અકસ્માત બાદ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર બનાવ નક મામલે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.