આર્યદીપ કમલમ
નિસાર શેખ, મહુધા
કમિશનર કચેરી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ,મહુધા નગરપાલિકા,શ્રીમતી સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કૂલ મહુધાનાં સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારિખ 26/12/2022 નાં રોજ શ્રીમતી સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થી માટે લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું સમગ્ર સંચાલન શાળા પરિવાર વતી આચાર્ય એસ.એન.પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દેશભકિત તથા ભજન ગીતો પર બાળકો ઝુમી ઉઠ્યા હતા.સમગ્ર કાર્યક્રમ પ્રણવ સાગરના માર્ગદર્શન હેઠળ આવરી લેવામાં આવ્યો હતો.