Aary Dip Kamalam
Breaking News અરવલ્લી ઉત્તર ગુજરાત કપડવંજ ખેડા ગુજરાત દક્ષિણ ગુજરાત નડીઆદ મધ્ય ગુજરાત

જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર કાંડ મામલે બાયડના કેતન બારોટ સહિત કુલ ૧૭ આરોપીઓની એટીએસે ધરપકડ કરી

આર્યદીપ કમલમ  –   જગદીશ પ્રજાપતિ – અરવલ્લી

 

પેપરકાંડમાં વધુ એક વખત અરવલ્લી એપી સેન્ટર તરીકે ચમક્યું  

પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી

ક્યારે અટકશે પેપર કાંડ ફૂટવાનો સિલસિલો !

યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર બાયડ સુધી પહોંચ્યા

 

વૈભવી જીવન જીવવા ટેવાયેલા કેતન બારોટની કરાઈ ધરપકડ

તારીખ 29 જાન્યુઆરીને રવિવારે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2295 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાવવાની હતી પરંતુ પરીક્ષા યોજાય તે પહેલા વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પેપર ફોડવામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે ગુજરાતના પાંચ આરોપીઓ અને બીજા રાજ્યોના 10 આરોપીઓ સામે ગાળિયો કસાયો છે.  ત્યારે જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કાંડમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ ભાસ્કર ચૌધરી, રિદ્ધિ ચૌધરી અને અન્ય એક આરોપીની સંડોવણી બહાર આવી છે. આ પેપર લીક કાંડમાં કુલ ચાર એજ્યુકેશન ગ્રુપ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું એક ગ્રુપ જે શિક્ષણ વ્યવસાય સંબંધી કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે.

બાયડનો આરોપી કેતન બારોટ વૈભવી કારનો શોખ ધરાવે છે. તેનું આખું કુટુંબ એજ્યુકેશન ટ્રસ્ટો સાથે જોડાયેલું છે. કેતન બારોટ અગાઉ પણ બોગસ એડમિશન કાંડમાં તિહાડ જેલમાં રહી ચુક્યો છે.બાયડના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખુલી છે યુવાનોના ભવિષ્યને બગાડનાર કેતનનું જીવન વૈભવી છે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કેતન બારોટ નામનો આરોપી નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવવા બોગસ એડમિશન મામલે દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખ ધંધો ચલાવે છે. તે છેલ્લા નવ વર્ષથી એડમિશનના નામે વિદ્યાર્થીઓના જીવનને બગાડી રહ્યો છે દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીક કાંડમાં હવા ખાઈ ચૂકેલા કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે ઘણી સંપત્તિ ધરાવે છે

હાલ ગુજરાત એટીએસ તેની ટીમ પૂછપરછ કરી રહી છે આરોપી કેતન બારોટના પરિવારની પણ એટીએસએ પુછપરછ હાથ ધરી . રવિવારે સાંજે બાયડ ખાતે આરોપી કેતન બારોટના પિતાની દોરડા ભંડારની દુકાન અને તેના ઘરની પણ પોલીસની ખાસ ટીમે તપાસ હાથ ધરી હતી.

મોડી રાત્રે બે વાગ્યાથી એટીએસની ટીમે તપાસ હાથ ધરી હતી

જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં બિહાર ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે ગુજરાત બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું હતું હૈદરાબાદના એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની એટીએસની ટીમને પ્રાથમિક કડી મળી હતી પેપર લીક મુદ્દે ગુજરાત એટીએસની ટીમે મોડી રાતે 2:00 વાગે ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક અને શેખર નામનો શખ્સ તથા કેતન બારોટ સહિત ૧૬ શખ્સોની એટીએસએ ધરપકડ કરી છે

મળતી માહિતી મુજબ એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ અલગ રાજ્યોના છે જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી ની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંને સ્ટેટ વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે

રદ થયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા મામલે ઉમેદવારોમાં ભારે રોષ
પેપર ફૂટતાં લાખો યુવાઓના સ્વપ્ન તૂટ્યા  ઠેર ઠેર જોરદાર વિરોધ

ગુજરાતમાં આજે રદ થયેલી જુનિયર ક્લાર્ક ની 1181 જગ્યા માટે નવલાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા 2295 સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા કે જઈ રહ્યા હતા ત્યારે તેમને પેપર ફૂટવાના સમાચાર મળતા ઉમેદવારોમાં સિસ્ટમ સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

 

જુનિયર ક્લાર્ક પેપરલિક કૌભાંડમાં બાયડના વધુ એક શખ્સ શિવમ ઉર્ફે રાજ બારોટની સંડોવણી બહાર આવી

ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવનાર જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં બાયડના આરોપી કેતન બારોટની અમદાવાદથી એટીએસે  ધરપકડ કર્યા બાદ બાયડના વધુ એક આરોપી રાજ ઉર્ફે શિવમ બારોટનું નામ બહાર આવતાં પોલીસે તેના ઘેર પહોંચી તપાસનો ધમધમાટ હાથ ધરી પૂછપરછ ચાલુ કરી છે.

Related posts

ખેડા જિલ્લા માતર તાલુકાના પુનાજ કુંજરા ગ્રામપંચાયત ઘરનું ભૂમિપૂજન કરાયું

aarydipkamalam

કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામે મા ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

aarydipkamalam

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક કાર અને બસ વચ્ચે અકસ્માત, 3 વિદ્યાર્થીઓના મોત – Oneindia Gujarati

cradmin